અમદાવાદની હર્ષા એન્જિનીયરિંગના શેરનુું આજે લિસ્ટિંગ, રોકાણકોરોને જલસો પડી શકે

Harsha Engineersનો IPO આ વર્ષમાં અત્યાર સુધીમાં આવેલા તમામ આઈપીઓ કરતાં સૌથી વધુ ભરાયો છે અને સાથે સાથે ગ્રે માર્કેટ પ્રીમિયમ ભાવ પણ 50 ટકાના વધારા સાથે બોલાઈ રહ્યા છે. અમદાવાદ સ્થિતિ આ કંપનીમાં રોકાણકારોને ખાસ રસ પડ્યો હોવાનું કારણ તેની પ્રોફાઈલ પણ છે. હર્ષા ઇન્ટરનેશનલ એન્જિનીયરિંગ પ્રા. લિ. વિશ્વમાં ગેજ અને બેરિંગ બનાવતી સંગઠીત ક્ષેત્રની ટોચની કંપની છે અને તેનું ક્લાયન્ટ લિસ્ટ પણ ખૂબ જ મજબૂત છે. જે ભવિષ્યમાં પણ કંપનીના બિઝનેસના વ્યાપક ફેલાવાની શક્યતા તરફ ઈશારો કરી રહ્યું છે.

source https://gujarati.news18.com/news/business/harsha-engineering-share-listing-today-know-here-expert-views-pm-1255670.html

0 ટિપ્પણીઓ