હેલ્થ ઈન્સ્યોરન્સ લીધેલો છે? તો જોજો ક્યાંક આ ભૂલ ના થાય!



હેલ્થ ઈન્સ્યોરન્સમાં ઘણી એવી બીમારીઓ કવર થાય છે, જે વીમાની શરૂઆતથી કવર નથી થતી. આ બીમારીઓ બે કે ત્રણ વર્ષ પછી કવર થવાની શરૂઆત થાય છે.





તમારા ભાવિને સુરક્ષિત કરવાના ઈરાદા સાથે ખરીદેલી આરોગ્ય વીમા (HEALTH INSURANCE) પોલીસી (POLICY) તમારી એક ભુલના કારણે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. માટે વીમા પ્રિમીયમની તારીખ ચૂકી ના જવાય તેનું ખાસ ધ્યાન રાખો. નહીં તો તમારી પોલીસી થશે લેપ્સ (LAPSE). કોઈપણ પૉલિસી એમ લેપ્સ નથી થતી. પ્રીમિયમ ભરવાની અંતિમ તારીખ પછી પણ સામાન્ય રીતે 15થી 20 દિવસનો ગ્રેસ પીરિયડ હોય છે. પરંતુ ગ્રેસ પીરિયડમાં પણ જો તમે ચૂકી ગયા તો સમજો થઈ ગયું મોટું નુકસાન.


હેલ્થ ઈન્સ્યોરન્સમાં ઘણી એવી બીમારીઓ કવર થાય છે, જે વીમાની શરૂઆતથી કવર નથી થતી. બીમારીઓ બે કે ત્રણ વર્ષ પછી કવર થવાની શરૂઆત થાય છે. આને ઈન્સ્યોરન્સની ભાષામાં વેઈટિંગ પીરિયડ કહેવામાં આવે છે. અનિચ્છાએ પણ જો હાલની પૉલિસી લેપ્સ થઈ જાય તો ગ્રાહકે નવી પૉલિસી લેવી પડે છે. આની સાથે જુની બીમારી માટે જે વેઈટિંગ પીરિયડ હોય છે તે ફરી ઝીરોથી શરૂ થાય છે.


Source : https://tv9gujarati.com/business/what-happens-if-a-policy-is-lapsed-444429.html

0 ટિપ્પણીઓ