Home Loan EMI: એક
બેંકમાંથી બીજી બેંકમાં હોમ
લોન ટ્રાન્સફર કરવામાં આવે તો EMI કેટલો
ઘટી શકે તેનો તુલનાત્મક
અભ્યાસ. તમે પણ આ
યોજનાનો લાભ ઉઠાવી શકો
છો.
દરેક
વ્યક્તિ ઘરના ઘરનું સપનું
જોતી હોય છે. જોકે,
મોટા શહેરોમાં હાલ ઘર ખરીદવું
મુશ્કેલ છે. આથી ઘર
ખરીદવા માટે લોકો હોમ
લોન (Home Loan)નો સહારો લેતા
હોય છે. પરંતુ અનેક
વખત લોકો વધારે મોટી
લોન લઈ લેતા હોય
છે, જેના પગલે દર
મહિને મોટા ઈએમઆઈ (EMI)ની
ચૂકવણી કરવાના ફાંફા પડી જતા હોય
છે. જો તમે હોમ
લોનનો ખૂબ મોટો ઈએમઆઈ
ચૂકવી રહ્યા છો તો તમારે
પરેશાન થવાની જરૂર નથી. એક
સમય હતો જ્યારે હોમ
લોનના દર (Home loan Interest rate)
8થી 9 ટકા કે તેનાથી
પણ વધારો હતો. હાલ મોટાભાગની
બેંકનો હોમ લોન રેટ
સાત ટકાની આસપાસ કે તેનાથી ઓછો
છે. આવી સ્થિતિમાં જો
તમે તમારી જૂની હોમ લોન
બીજી બેંકમાં શિફ્ટ (Home loan transfer) કરો છો તો
તમારો ઈએમઆઈ ઓછો થઈ શકે
છે. તમે વ્યાજદર ઘટાડવા
માટે તમારી પોતાની બેંકનો પણ સંપર્ક કરી
શકો છો.
આ વાત સમજવા માટે
એક ઉદાહરણ જોઈએ. ધારો કે તમે
આજથી ચાર વર્ષ પહેલા
કોઈ બેંકમાંથી લોન લીધી છે.
એ વખતે હોમ લોનનો
દર 9.25 ટકા હોય. હવે
તમે આ લોનને બીજી
કોઈ બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છે.
વર્તમાન દર પરથી માની
લો કે બેંક તમને
6.90 ટકાના દરે લોન ઑફર
કરે છે તો તમારો
ઈએમઆઈ કેટલો ઘટી જશે તે
જોઈએ.
વર્ષ | 2017 |
લોનની રકમ | 30 લાખ |
વ્યાજદર | 9.25 |
સમયગાળો | 20 વર્ષ |
EMI | 27,476 |
વર્ષ | 2021 |
લોનની રકમ | 26 લાખ |
વ્યાજનો દર | 6.90 ટકા |
સમયગાળો | 16 વર્ષ |
EMI | 22,400 |
અહીં
એવું માની લઈએ છીએ કે તમે 2021ના વર્ષમાં તમારી લોનને નવી બેંકમાં ટ્રાન્સફર કરાવી
છે. આ ઉપરાંત તમારે બાકીની રકમ 26 લાખ રૂપિયા છે. એટલે કે અહીં સ્પષ્ટ છે કે નવી બેંકમાં
લોન ટ્રાન્સફર કરાવવાથી તમારો ઈએમઆઈ 5000 રૂપિયા જેટલો ઘટી જશે.
કેટલી
બચત થશે?
તમે
નવી બેંકમાં હોમ ટ્રાન્સફર કરો
છો તો તમારે 16 વર્ષના
અંતે કુલ 17,00,820 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. આ જ ગણતરી
જૂની બેંક અને જૂના
દર સાથે કરવામાં આવે
તો તમારે 23,90,488 વ્યાજ તરીકે ચૂકવવા પડશે. આ રીતે લોન
ટ્રાન્સફર કરવાથી તમને આશરે 6.89 લાખ
રૂપિયાના વ્યાજની બચત થશે. એટલે
કે ફક્ત લોન ટ્રાન્સફર
કરીને તમે 6.90 લાખ રૂપિયા બચાવી
શકો છો.
બીજી
બેંકમાં કેવી રીતે લોન
ટ્રાન્સફર કરશો?
>> સૌથી પહેલા
તમે તમારી વર્તમાન બેંકને આ અંગે જાણ
કરો. અનેક કિસ્સામાં તમારી
વર્તમાન બેંક જ નજીવો
ટ્રાન્સફર ચાર્જ વસૂલ કરીને વ્યાજદરમાં
ઘટાડો કરી આપે છે.
જો આવું થાય છે
તો તે ઉત્તમ છે.
જો બેંક આવું કરવાનો
ઇન્કાર કરે તો તમે
અન્ય બેંકનો સંપર્ક કરી શકો છો.
>> તમારે બીજી
બેંકમાં લોન માટે અરજી
કરવાની રહેશે. સાથે જ જરૂરી
તમામ દસ્તાવેજો જમા કરવાના રહેશે.
નવી બેંક પાસેથી સેન્ક્શન
લેટર મળ્યા બાદ તમારે તેને
તમારી વર્તમાન બેંકને આપવાનો રહેશે. યાદ રાખો તમારી
વર્તમાન બેંક પાસેથી પોપર્ટીના
તમામ અસલી કાગળો લેવાનું
ભૂલશો નહીં.
>> યાદ રાખો
બીજી બેંકમાં લોન ટ્રાન્સફર કરવા
પર તમારી વર્તમાન બેંક તમારી પાસેથી
પ્રી-પેમેન્ટ ચાર્જ પણ વસૂલ કરી
શકે છે. આ અંગે
બેંક સાથે ચર્ચા કરો.
આ ઉપરાંત તમારી નવી બેંક પણ
લોન માટે પ્રોસેસિંગ ચાર્જ
વસૂલ કરી શકે છે.
જોકે, અમુક બેંક ગ્રાહકોને
આકર્ષવા માટે પ્રોસિસિંગ ચાર્જ
માફ પણ કરતી હોય
છે.
>> અન્ય બેંકમાં
ત્યારે જ લોન ટ્રાન્સફર
કરવી જોઈએ જ્યારે લાંબી
અવધિની લોન બાકી હોય.
ઓછી રકમ અથવા નાની
અવધિની લોન ટ્રાન્સફર કરવા
પર વધારે ફાયદો નથી મળી શકતો.
આ ઉપરાંત નવી બેંક અને
જૂની બેંકના વ્યાજદરમાં દેખીતો મોટો તફાવત હોય
ત્યારે જ હોમ લોન
ટ્રાન્સફર કરવી જોઈએ. પ્રક્રિયા
શરૂ કરતા પહેલા છૂપા
ખર્ચ અને શરતો વિશે
ખાસ જાણી લો.
Source : https://gujarati.news18.com/news/business/how-to-reduce-emi-burden-by-transferring-home-loan-to-other-banks-vz-1184767.html
0 ટિપ્પણીઓ