FinancialYear 2021-22
વર્ષ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે. ઇન્કમ ટેક્સ સેક્શન 80Cમાં એવા ઇન્સ્ટ્રૂમેન્ટનો ઉલ્લેખ છે જેમાં રોકાણ કરવા પર ટેક્સ છૂટ મળે છે
નાણાકીય વર્ષ 2021-22 માટે રૂ. 1.50 લાખના 80C કર લાભ માટે 15 દિવસ બાકી. શ્રેષ્ઠ ટેક્સ બેનિફિટ વિકલ્પો માટે +91 9033041237 પર ફોન અથવા વહાર્ટસપ સંપર્ક કરી ને માહિતી મેળવી શકો છો.
નાણાકીય
વર્ષ (Financial Year) થોડા જ દિવસોમાં
પૂર્ણ થવા જઈ રહ્યુ
છે. પહેલી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ
2022-23 (New financial year) શરૂ
થશે. અમે આજે તમને
એવા ચાર કામ વિશે
જણાવી રહ્યા છીએ જેને 31મી
માર્ચ પહેલા પૂર્ણ કરી લેવા જરૂરી
છે. તમારે પણ એક વખત
તપાસી લેવું જોઈએ કે તમે
આ તમામ કામ પૂર્ણ
કરી લીધા છે કે
નહીં. જો કોઈ કામ
બાકી હોય તો 31 માર્ચ
પહેલા પૂર્ણ કરવું જરૂરી છે.
ટેક્સ
સેવિંગ માટે રોકાણ
વર્ષ
1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને ટેક્સ છૂટનો ફયાદો લઈ શકાય છે.
ઇન્કમટેક્સ સેક્સન 80સીમાં એવા ઇન્સ્ટ્રૂમેન્ટનો ઉલ્લેખ
છે જેમાં રોકાણ કરવા પર ટેક્સ
છૂટ મળે છે. જેમાં
જીવન વીમો, પીપીએફ, મ્યુચ્યુઅલ ફંડ્સની ટેક્સ સેવિંગ્સ સ્કીમ સામેલ છે. જો તમે
પહેલા જ આ સેક્શન
હેઠળ 1.5 લાખ રૂપિયાનું રોકાણ
કરી લીધું છે તો તમે
નેશનલ પેન્શન સિસ્ટમ સ્કીમ હેઠળ વધારાના 50,000 રૂપિયા
રોકી શકો છો. સેક્શન
80 સીસીડી અંતર્ગત પેન્શન સ્કીમમાં રોકાણ કરવા પર ટેક્સ
છૂટ મળે છે. તમે
સેક્શન 80ડી હેઠળ મેડીક્લેમ
પૉલિસીના પ્રીમિયમ પર પણ ટેક્સ
છૂટનો દાવો કરી શકો
છો.
2020-21ના વર્ષ
માટે ઇન્મક ટેક્સ રિટર્ન
જો
તમે નક્કી કરેલી સમય મર્યાદામાં ઇન્કમ
ટેક્સ રિટર્ન નથી ફાઇલ કર્યું
અથવા નાણાકીય વર્ષ 202-21 માટે ઇન્કમ ટેક્સ
રિટર્નને રિવાઇઝ કરવા માંગો છો
તો તમે 31 માર્ચ, 2022 પહેલા આ કામ કરી
શકો છો. જે બાદમાં
તમને 2020-21ના વર્ષ માટે
આઈટીઆર ફાઇલ કરવાની કે
રિવાઈઝ કરવાની સુવિધા નહીં મળે. ઇન્કમ
ટેક્સ રિટર્ન ફાઇલ ન કરવા
પર અથવા ઓછી આવક
બતાવવા પર તમને પેનલ્ટી
લાગી શકે છે.
પાન
કાર્ડને આધાર સાથે લિંક
કરવું
જો
તમે પોતાના પાન કાર્ડને આધાર
કાર્ડ સાથે લિંક નથી
કર્યું તો આ કામ
તમે 31 માર્ચ સુધી જરૂરથી પૂર્ણ
કરી લો. આધાર-પાન
કાર્ડ લિંક કરવાની મુદ્દત
પહેલા અનેક વખત વધારવામાં
આવી ચૂકી છે. આવું
ન કરવાથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય
થઈ શકે છે. આવકવેરા
વિભાગ તમારી વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે
છે.
એડવાન્સ
ટેક્સ જમા કરવો
જો
તમારી ટેક્સની જવાબદારી 10,000 રૂપિયાથી વધારે હોય તો તમારા
માટે એડવાન્સ ટેક્સ ચૂકવવો જરૂરી છે. જો તમને
વ્યાજ, કેપિટલ ગેન અથવા ભાડાથી
આવક થાય છે તો
નાણાકીય વર્ષ 2021-22 માટે પોતાના ટેક્સની
જવાબદારીની ગણતરી કરવી જરૂરી છે.
જો તમારા ટેક્સની રકમ 10000થી વધારે બને
છે તો 31 માર્ચ સુધી એડવાન્સ ટેક્સ
ચૂકવવો જરૂરી છે. એક નાણાકીય
વર્ષમાં ચાર વખત એડવાન્સ
ટેક્સ જમા કરાવી શકાય
છે. આ માટે 15 જૂન,
15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર, 15 માર્ચ તારીખ નક્કી કરવામાં આવી છે. જો
તમે 31 માર્ચ સુધી એડવાન્સ ટેક્સ
નથી ચૂકવતા તો તમારે વચગાળાનું
વ્યાજ ચૂકવવું પડશે. (લેખક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
છે અભિષેક અનેજા, મુંબઈ)
SOURCE : https://gujarati.news18.com/news/business/stocks-in-news-today-14-march-2022-buy-or-sell-call-for-20-shares-by-market-experts-vz-1188719.html
0 ટિપ્પણીઓ