IPOની કમાલ: 56% પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે આ કંપનીનો શેર

શેરના એલોટમેન્ટ પછી એલોટીસ અને બજારના જાણકારો હર્ષ એન્જિનિયર્સના આઈપીઓની લિસ્ટિંગ તારીખની રાહ જોઈ રહ્યાં છે. હર્ષા એન્જિનિયર્સના શેર 26 સપ્ટેમ્બરે BSE-NSE પર લિસ્ટ થઈ શકે છે. નબળું બજાર છતા એવું લાગી રહ્યું છે કે સ્ટોક એક મજબૂત લિસ્ટિંગ માટે તૈયાર છે. બજારના જાણકારોના જણાવ્યા અનુસાર હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ લિમિટેડના શેર 185 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે, જે ગુરુવારે ગ્રે માર્કેટ પ્રીમિયમથી 15 રૂપિયા વધુ છે.

source https://gujarati.news18.com/news/business/harsha-engineers-ipo-listing-date-shares-of-this-company-can-be-listed-at-56-percentage-premium-vs-1255455.html

0 ટિપ્પણીઓ