
BSE Sensex: ભારતીય શેરબજાર આજે ફરી તેજીના મૂડમાં હોવાનું જણાય છે. વૈશ્વિક બજારના દબાણ છતાં આજે રોકાણકારોમાં સકારાત્મક સેન્ટિમેન્ટની અસર જોવા મળશે અને એવી ધારણા છે કે તેઓ બજારની શરૂઆતથી જ ખરીદીનો આગ્રહ રાખશે. પાછલું સત્ર કારોબારની દૃષ્ટિએ સારું રહ્યું ન હતું અને લગભગ 300 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. બુધવારના રોજ બજાર બંધ હતું અને આજે ફરીથી વેપાર શરૂ થશે.
source
https://gujarati.news18.com/news/business/bse-sensex-today-opening-bell-market-may-rise-amid-global-pressure-pm-1273933.html
0 ટિપ્પણીઓ