બસ એકવાર ઉગાડો અને પછી વર્ષો-વર્ષ લાખોમાં કમાણી, ગુજરાતમાં પણ થઈ શકે ખેતી

જાયફળની આ ખેતીથી 1 હેક્ટરમાં એટલે કે 4 વીઘા જેટલી જમીનમાંથી પ્રત્યેક ઝાડથી વર્ષમાં લગભગ 500 કીલો જેટલા સૂકાયેલા જાયફળ મળે છે. જેના બજાર ભાવ સામાન્ય રીતે હાલ 500 રુપિયા કિલો ચાલી રહ્યો છે જ્યારે વિદેશમાં નિકાસ કરવાથી હજુ પણ વધારે કિંમત મળી શકે છે. તો આ રીતે પ્રતિ હેક્ટરે ખેડૂતો આ જાયફળની ખેતી કરીને લાખોમાં કમાણી કરી શકે છે. Nutmeg Farming Idea for Gujarat: જાયફળ અને જાવંત્રી આ બંને નામ તો તમે સાંભળ્યા હશે પરંતુ શું ખ્યાલ છે કે ગુજરાતમાં પણ જાયફળની ખેતી થઈ શકે અને અને તેનાથી ખેડૂતો લાખોની કમાણી કરી શકે. એટલું જ નહીં એકવાર જાયફળના છોડ વાવ્યા પછી વર્ષોવર્ષ સુધી લાખોમાં કમાણી થઈ શકે. પાણી પણ ઓછું જોઈએ અને ગુજરાતનું ભેજવાળું ગરમ વાતાવરણ પણ આ ખેતીને માફક આવે.

source https://gujarati.news18.com/photogallery/business/nutmeg-farming-idea-in-gujarati-farmer-can-earn-lakhs-of-rupees-after-just-one-time-investment-pm-1290159.html

0 ટિપ્પણીઓ