
દ્રશ્યમાં દેખાતી આ પાયલ.... કલ્પના કરો એનું વજન કેટલું હશે? કેટલા લાખ રૂપિયાની હશે? જોઈને જ ખબર પડી જશે કે દાગીનો ખૂબ મોંઘો હશે. વજન અને ભાવ જણાવતા પહેલાં અમે આપને જણાવી દઈએ કે આ ઘટના મહારાષ્ટ્રના પુણેની છે. જ્યાં એક સોનીએ અધિક માસ દરમિયાન ચાંદીના ઘરેણા પહેરવાના મહત્ત્વને જોતાં અનોખી પાયલ ડિઝાઈન કરી છે. જેને બનાવવા માટે 5 કારીગરોએ સતત બે મહિના સુધી મહેનત કરી છે. તૈયાર થઈ ગયેલી આ પાયલ હાલ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. આ ન માત્ર સૌથી વજનદાર પાયલ છે પરંતુ તેમાં ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલાના અંશો પણ જોઈ શકાય છે.
from News18 Gujarati https://ift.tt/ahONcSz
0 ટિપ્પણીઓ